દિલ્હી ફતેહ કરતા જ AAP ગેલમાં, હવે કેન્દ્રમાં સત્તા પર નજર!, પોસ્ટરે આપ્યાં સંકેત 

દિલ્હી વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જંગી જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તમામ દાવાઓ છતાં ભાજપ સતત પછડાઈ રહ્યો છે. આ જ કારણે જ્યાં એક બાજુ આમ આદમી પાર્ટીની ઓફિસમાં અરવિંદ  કેજરીવાલ તેમના પૂરા પરિવાર અને સમર્થકો સાથે હાજર છે ત્યાં ભાજપની ઓફિસમાં એક પોસ્ટરે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. 
દિલ્હી ફતેહ કરતા જ AAP ગેલમાં, હવે કેન્દ્રમાં સત્તા પર નજર!, પોસ્ટરે આપ્યાં સંકેત 

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી જંગી જીત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તમામ દાવાઓ છતાં ભાજપ સતત પછડાઈ રહ્યો છે. આ જ કારણે જ્યાં એક બાજુ આમ આદમી પાર્ટીની ઓફિસમાં અરવિંદ  કેજરીવાલ તેમના પૂરા પરિવાર અને સમર્થકો સાથે હાજર છે ત્યાં ભાજપની ઓફિસમાં એક પોસ્ટરે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. 

ભાજપની ઓફિસમાં લાગેલા આ પોસ્ટરથી એવી અટકળો લાગી રહી છે કે શું ભાજપને પહેલેથી અંદાજો હતો કે તે મતગણતરીમાં પાછળ રહી જશે. ભાજપની ઓફિસમાં લાગેલા પોસ્ટરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફોટો છે અને તેના પર લખેલુ છે કે વિજયથી અમે અહંકારી થતા નથી અને પરાજયથી અમે નિરાશ થતા નથી. આ પોસ્ટરને ભાજપની દિલ્હી શાખાએ લગાવ્યું છે. જો કે મતગણતરી પહેલા ભાજપના નેતાઓએ જીતનો દાવો કર્યો હતો. આ બાજુ દિલ્હી ભાજપના નેતા મનોજ યાદવ કહે છે કે આ પોસ્ટર જુનુ છે અને તેને પાર્ટીના પ્રદર્શન સાથે જોડીને જોવું જોઈએ નહીં. 

જુઓ LIVE TV

આ બાજુ આપની મોટી જીતની સંભાવનાને જોતા પાર્ટી ઓફિસમાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલની પાર્ટીના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રનિર્માણ માટે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી લીડ ધરાવે છે. ગોલ માર્કેટમાં નવી દિલ્હી, પટેલ નગર, રાજેન્દ્ર નગર, ગ્રેટર કૈલાશ, દિલ્હી કેન્ટ અને આરકે પુરમ વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલુ છે. ગ્રેટર કૈલાશથી આપ ઉમેદવાર સૌરભ ભારદ્વાજ આગળ છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news